મેં દીઠું અજવાળું! – દત્તાત્રય ભટ્ટ

એક ઝાટકે તોડી નાખ્યું અજગર સરિખું તાળું,

મેં દીઠું અજવાળું!

 .

લખેલ એક્કે અક્ષર નહિ ને આખ્ખો કાગળ વાંચું,

કો’ સમજે કે ના સમજે પણ હું સમજું તે સાચું.

મેં દીઠું અજવાળું!

 .

નિરાંતવાં બસ વ્હેતા રે’વું સાગર સરિખી મોજ,

પોતા સુધી પહોંચો ત્યાં તો પૂરી થાતી ખોજ.

ઝળહળ ઝળહળ જ્યોત ઝળહળે; સ્થિર થતું પાંખાળું,

મેં દીઠું અજવાળું!

 .

( દત્તાત્રય ભટ્ટ )

One thought on “મેં દીઠું અજવાળું! – દત્તાત્રય ભટ્ટ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.