બે લઘુ કાવ્યો-વિપાશા Aug6 (1) જીદ છે તમને જોવાની(1) જીદ છે તમને જોવાની ચામડી ચીરી બહાર આવી. ચામડીમાં ગરી જઈશ પાછી (2) નસો વચ્ચે જકડાઈ જીવું છું એમને હું જોઉં છું, ગભરાયેલા થથરતા શું એ મને જુએ છે તોફાને ચડેલી નસો વચ્ચે ભરાયેલી શાંત મને ? (વિપાશા)