જીવી લીધું-સાહિલ

હતી ડંખ દેતી ડગર-છતાં અમે હસતાં હસતાં જીવી લીધું
અને લોહિયાળ સફર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

હતી વાત વસમી છતાં રહ્યા છીએ સત્યની તરફેણમાં
ન થઈ કદાપિ કદર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

અમે ખાઈ ઠોકરો જાળવ્યો છે મલાજો એમના માનનો
પડ્યા ઘાવ આઠે પ્રહર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

દીધી હાથતાળી મરણને તોય ક્યાં વાત પૂરી થઈ હતી
હતો જીવવાનોય ડર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

છે દિલાસો અમને એ વાતનો તમે હાથ ઝાલ્યો છે એટલે
હતો માથે તડકો પ્રખર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

છે તૂટેલી ભીંત-નમેલી છત-નથી બારી કે નથી બારણાં
વીતી એ જ ઘરમાં ઉંમર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

જો પૂછો તો ‘સાહિલ’ લોકને છે નવાઈ કેમ-તે શી રીતે,
છે નગુણું આખું નગર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

( સાહિલ )

Share this

2 replies on “જીવી લીધું-સાહિલ”

  1. એક વિનંતી : હિનાબેન!
    તમારી પસંદગી અમુક “કૃતિ/રચના /વસ્તુ/મુદ્દા/વાત પર કેમ /શા માટે ઢળી …..???પસંદગી /ગમવાનું કારણ ? એક પ્રકારનું આગવું દૃષ્ટિપૂર્ણ બયાન યા આસ્વાદ
    જેવું તમારા તરફથી ” મૌલિક ” મળે તો ઓર આનદ-મોજ મજા ના આવે “મનમૌજી” જી ?!!!
    વધુમાં , જો કોઈ પોસ્ટ ખરેખર કોઈ અનોખા અંગત કારણસર અત્યંત ગમી હોય અને “સ્વ”ખજાના માં ઉમેરવાની ઈચ્છા થાય/હોય તો ? શું કરવું ? કોપી+પેસ્ટ તો શક્ય નથી ! “e-mail” થી મોકલી શકો ? યા અન્ય કોઈ “ખાસ-વિશેષ ટેકનીક ?

    કવિની “ખુમારી” અલગ જ પ્રકારની હોતી હોય છે ને?

  2. એક વિનંતી : હિનાબેન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.