તો શું કરવું બોલ ?-સુધીર પટેલ

અચાનક આભ માથે આવી બેસે તો શું કરવું બોલ ?
અને આ જીવ પણ પાતાળ પેસે તો શું કરવું બોલ ?

સમંદર હોય કે નાની નદી, એ પાર કરશું પણ,
વહેતું પાણી જો બાઝે હલેસે તો શું કરવું બોલ ?

બરાબર બંધ રાખીને દરો-દીવાર બેઠા’તા
તિરાડેથી પવન પાગલ પ્રવેશે તો શું કરવું બોલ ?

પરિચય પામવા આવ્યા સ્વયંનો પણ ખબર વિના,
ભટકતા થૈ ગયા દર્પણના દેશે તો શું કરવું બોલ ?

સતત લીધા કર્યા અવતાર જો ઓળખ પડે ‘સુધીર’
મળે એ દર વખત નોખા જ વેશે તો શું કરવું બોલ ?

( સુધીર પટેલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.