સબૂરી રાખજો, બાપુ !-સુધીર પટેલ

ક્ષણોના ફેરવી મણકા સબૂરી રાખજો, બાપુ !
કશે મળશે જ એ શ્રદ્ધાય પૂરી રાખજો, બાપુ !

પ્રગટ કરજો અસલ જે હોય તે એની જ સામે હા,
મુરાદો કોઈ મનમાં ના ઢબૂરી રાખજો, બાપુ !

બધે દરબાર છે એનો ભરાયો દબદબા સાથે,
કશું ના ચિત્ત લઈ, એની હજૂરી રાખજો, બાપુ !

સમય-સંજોગ થાતાં જાન જોડાશે જ એની સંગ,
સ્મરણની શૃંખલા સાથે મધુરી રાખજો, બાપુ !

મજા લાંબી સફરની સાવ નોખી હોય છે ‘સુધીર’,
મિલનની વેળ વચ્ચે એમ દૂરી રાખજો, બાપુ !

( સુધીર પટેલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.