ફૂટપાથ-પ્રીતમ લખલાણી Feb17 ૧. શિક્ષકે પૂછ્યું : વિશ્વના નકશામાં ભારત ક્યાં ? વિદ્યાર્થીએ આંગળી ચીંધી : બારીમાંથી દેખાતા ફૂટપાથ તરફ. ૨. ઈતિહાસમાંથી ખોવાઈ ગયેલ બુદ્ધ, મહાવીર અને ગાંધીનાં પગલાં કદાચ ફૂટપાથે સાચવી રાખ્યાં હશે ! ૩. ‘વહ સુબહ કભી તો આયેગી’નું સ્વપ્ન જોતા ફૂટપાથ પ્રતીક્ષામાં રાત આખી જાગે ! ૪. સમજાતું નથી કે ફૂટપાથ નવરો છે કે પછી વિદ્વાન ? કોઈ પણ વિષયની ચર્ચા કરવા તે કોઈની પણ સંગે તત્પર હોય છે ! ( પ્રીતમ લખલાણી )