શરણાઈ-રાધિકા પટેલ Aug18 મારી હથેળીને જ્યારે તારો સ્પર્શ થયેલો ત્યારે એમાં મહેંદી જેવું કંઈક ઊપસી આવેલું…! આખા શરીરમાં ઝણઝણાટી થઈ; જાણે પીઠી ચોળાઈ રહી હોય એમ…! તેં બે હાથ પહોળા કરી મને બોલાવી-ત્યારે હું દોડી આવી અને પહેરી લીધો તને વરમાળાની જેમ…! આપણી વચ્ચેનો શ્વાસોછવાસ શરણાયું વગાડતો રહ્યો…! તારા પહોળા ખભાનું પાનેતર ઓઢેલું. તારી આંગળીઓ ફરકતી રહી…મારી છાતી પર; મંગળસૂત્રની જેમ…! અને અંતમાં તેં મારા માથા પર કરેલા હળવા ચુંબનથી- સેંથો ક્યારે ભરાઈ ગયો-ખબર જ ના પડી…! શું તને ખબર છે આપણે…. ( રાધિકા પટેલ )