मेरे एकांत का प्रवेश-द्वार-निर्मला पुतुल

यह कविता नहीं

मेरे एकांत का प्रवेश-द्वार है

यहीं आकर सुस्ताती हूँ मैं

टिकाती हूँ यहीं अपना सिर

ज़िंदगी की भाग-दौड़ से थक-हारकर

जब लौटती हूँ यहाँ

आहिस्ता से खुलता है

इसके भीतर एक द्वार

जिसमें धीरे से प्रवेश करती मैं

तलाशती हूँ अपना निजी एकांत

यहीं मैं वह होती हूँ

जिसे होने के लिए मुझे

कोई प्रयास नहीं करना पड़ता

पूरी दुनिया से छिटककर

अपनी नाभि से जुड़ती हूँ यहीं!

मेरे एकांत में देवता नहीं होते

न ही उनके लिए

कोई प्रार्थना होती है मेरे पास

दूर तक पसरी रेत

जीवन की बाधाएँ

कुछ स्वप्न और

प्राचीन कथाएँ होती हैं

होती है—

एक धुँधली-सी धुन

हर देश-काल में जिसे

अपनी-अपनी तरह से पकड़ती

स्त्रियाँ बाहर आती हैं अपने आपसे

मैं कविता नहीं

शब्दों में ख़ुद को रचते देखती हूँ

अपनी काया से बाहर खड़ी होकर

अपना होना!

.

( निर्मला पुतुल )

.

|| મારા એકાંતનું પ્રવેશ દ્વાર ||

.

આ કવિતા નથી

મારા એકાંતનું પ્રવેશ દ્વાર છે

અહીં આવીને લંબાવું છું હું

અહીં જ ટેકવું છું મારું માથું

જીવનની ભાગદોડથી થાકી – હારી

જ્યારે પાછી ફરું છું અહીં

ધીમેકથી ઊઘડે છે

એની અંદર એક દ્વાર

જેમાં હળવેથી પ્રવેશી

હું શોધું છું મારું અંગત એકાંત

અહીં જ

હું

એ હોઉં છું

જે હોવા માટે

મારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો

આખી દુનિયાથી છટકીને

પોતાની નાભિનાળ સંગે જોડાઉં છું અહીં

મારા એકાંતમાં

દેવી – દેવતા નથી હોતા

ન તો એમના માટે

કોઈ પ્રાર્થના હોય મારી પાસે

હોય છે દૂર લગી પ્રસરેલો રેત – સાગર

જીવનની અડચણો

થોડાંક સપના

અને પ્રાચીન કથાઓ

હોય છે

એક અસ્પષ્ટ તરજ

પ્રત્યેક યુગમાં જેને

પોતપોતાની રીતે ઝીલતાં

સ્ત્રીઓ જાતમાંથી બહાર આવે છે

હું કવિતા નહીં

શબ્દોમાં સ્વયંને રચતી

જોઉં છું

પોતાના શરીરથી બહાર ઊભી – ઊભી

પોતાનું અસ્તિત્વ…

.

( નિર્મલા પુતુલ )

( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

Leave a comment