
जीवन में ख़ुशी के लिए कम ही चाहिए होता है,
वह कम कई बार बस इतना होता है
हमें जब बसों, गाड़ियों और जहाज़ों में यात्रा करनी हो,
तो हम इतने भाग्यशाली हों,
कि हमें खिड़की वाली सीट मिल जाए,
हम टिकट लेकर
बग़ैर सहयात्रियों से उलझे,
सामान सुरक्षित रखने के बाद,
आसानी से अपनी खोह में जा सकें।
घर से निर्जन के बीच ऐसी जगहें बमुश्किल होती हैं
जहाँ हम फूल जैसी हल्की नींद ले सकें
सैकड़ों पेड़ झुलाए नींद को,
या बादलों की सफ़ेदी ले जाए निर्वात की ओर।
इस छोटी-सी नींद से जगना चमत्कार जैसा है,
यह नींद हमारे छीजे हुए मन को सिल देती है
इस नींद से जग कर,
जैसे हम इस हैसियत में लौट सकें,
और ख़ुद से एक बार फिर पूछें,
कि हम कौन हैं,
भले इस प्रश्न के उत्तर में,
हम फूट-फूट कर रो पड़ें।
.
( मोनिका कुमार )
.
|| વિન્ડો સીટ ||
.
જીવનમાં સુખ માટે
બહુ ઓછું જોઈએ
આ ઓછું ક્યારેક તો બસ એટલું
કે બસ, ટ્રેન કે જહાજમાં મુસાફરી કરતા હોઈએ
ત્યારે એવા ભાગ્યશાળી હોઈએ
કે આપણને બારીવાળી સીટ મળે
આપણે આપણી ટિકિટ લઈ
સહયાત્રીઓ સાથે જીભાજોડી વિના
સામાન ગોઠવી
સહેલાઈથી આપણી કંદરામાં છુપાઈ જઈએ
ઘરથી માંડી રણ લગી આવી જગા મુશ્કેલીથી મળે
જ્યાં આપણે ફૂલ – શી હળવી નીંદર માણીએ
સેંકડો વૃક્ષ એ નીંદરને ઝુલાવે
અથવા વાદળની ધવલતા લઈ જાય શૂન્ય તરફ
એ સંક્ષિપ્ત ઊંઘમાંથી જાગવું ચમત્કાર જેવું લાગે
એ ઊંઘ આપણા ફાટેલા મનને સીવી દે જાણે
એ ઊંઘમાંથી જાગી
જાણે આપણે મૂળ હસ્તીમાં પાછા ફરીએ
અને સ્વયંને એક વાર ફરી પૂછીએ
‘ કોણ છું હું ? ‘
ભલે એ પ્રશ્નના ઉત્તરમાં
આપણે ધ્રુસ્કે – ધ્રુસ્કે રડી પડીએ..
.
( મોનિકા કુમાર )
( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )