
लौटूंगा
लौटने के लिए ही होता है घर
घर न हो तो लौटना कहाँ?
लौटना न हो तो जाना कहाँ?
एक घर ही तो है
जहाँ से जाया जा सकता है कहीं
जहाँ लौटा जा सकता है
कहीं से भी
कभी भी
घर है तो इंतज़ार है
इंतज़ार ही घर है
.
( देवेन्द्र आर्य )
.
|| ઘ ર ||
.
પાછો ફરીશ
વારંવાર પાછો ફરીશ
પાછા ફરવા માટે જ તો હોય છે ઘર
ઘર ન હો તો પાછા ફરવું ક્યાં ?
એક ઘર જ તો છે
જ્યાંથી કશે પણ જઈ શકાય
જ્યાં પાછા ફરી શકાય
ક્યાંયથી પણ
ક્યારેય પણ
ઘર છે તો પ્રતીક્ષા છે
પ્રતીક્ષા એ જ ઘર છે..
.
( દેવેન્દ્ર આર્ય )
( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )