
नहलाकर यूनिफार्म पहनाना
बनाकर विद्यार्थी स्कूल भेजना
आविष्कार है
मेधा के नए पुंज का
किसी शब्द को
अर्थ के नए वस्त्र पहनाना
कविता का रूप देना
आविष्कार है
शब्द के
नए
सामर्थ्य का
जो सब कह रहे हों
क्योंकि कह रहा है
कोई ख़ास एक
से हटकर अलग
वह कहना
जो अंतरात्मा की आवाज़ हो
आविष्कार है
नए सत्य का
इस बात पर
अटूट विश्वास करना
कि सब कुछ कभी ख़त्म नहीं होगा
आविष्कार है
अपने ही नए अस्तित्व का
ये सभी आविष्कार मैं
रोज करना चाहता हूँ
.
( कुमार सुरेश )
.
|| આવિષ્કાર ||
.
એક નાનકડી બાળકીને
નવડાવી, યુનિફોર્મ પહેરાવી, વિદ્યાર્થીની બનાવી સ્કૂલે મોકલવી
એ આવિષ્કાર છે
.
કોઈક શબ્દને
અર્થના નવા વાઘા પહેરાવી
કવિતાનું સ્વરૂપ આપવું
એ આવિષ્કાર છે
શબ્દના નવા સામર્થ્યનો
.
જે બધા કહી રહ્યા હોય –
કેમ કે કોઈ એક ખાસ વ્યક્તિ કહે છે –
એનાથી હટીને એવી વાત કહેવી
જે અંતરાત્માનો અવાજ હોય
એ આવિષ્કાર છે
નવા સત્યનો
.
એ વાત પર
અતૂટ વિશ્વાસ હોવો
કે બધું ક્યારેય ખતમ નહીં થાય
એ આવિષ્કાર છે
પોતાના જ નવા અસ્તિત્વનો
.
હું આ બધાં આવિષ્કાર
દરરોજ
કરવા
ચાહું છું…
.
( કુમાર સુરેશ )
( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )