રમમાણ

દેહ વિશે રમમાણ છે, વ્હાલા,

એ તો મારો પ્રાણ છે, વ્હાલા.

સપનાં આવે, અશ્રુ લાવે

આંખોને ક્યાં જાણ છે? વ્હાલા.

ભાષાને મર્યાદા કેવી?

લક્ષ્મણજીની આણ છે, વ્હાલા.

રાતે ઝાકળ છાપો મારે

કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.

આ કાંઠે વરસોથી હું છું-

સામે કાંઠે વ્હાણ છે, વ્હાલા!

( ચિનુ મોદી )

4 thoughts on “રમમાણ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.