એ સકલના

By heenaparekh  

એ સકલના તેજથી તપતી હશે;
ક્યાંક ધૂણી આજ પણ ધખતી હશે.

કોઈ જે આંખો તમસને તોડતી;
એ તમસના ઘાટ ખુદ ઘડતી હશે.

વૈખરી ક્યાં શબ્દમાં? ક્યાં અર્થમાં?
બેઉની વચ્ચેય શું સરતી હશે?

કોણ ઊભું ત્યાં મલયનું પાત્ર લઈ?
કઈ દિશા એ પાત્રને ભરતી હશે?

શક્ય છે ત્યારે ક્ષણો નિષ્કંપ હો;
શક્ય છે કે રાસ પણ રમતી હશે.

( જાતુષ જોશી )

Share

2 Comments

  1. bhagvanji
    Posted June 9, 2009 at 6:37 pm | Permalink | Reply

    very very fine
    શક્ય છે ત્યારે ક્ષણો નિષ્કંપ હો;
    શક્ય છે કે રાસ પણ રમતી હશે.

    ( જાતુષ જોશી

  2. Posted June 10, 2009 at 8:48 am | Permalink | Reply

    Heenaben,
    Happy anniversary to you,and more success on your way.
    I like these lines best.
    કોઈ જે આંખો તમસને તોડતી;
    એ તમસના ઘાટ ખુદ ઘડતી હશે.
    Sapana

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME