હું સ્વપ્ન વ્હેચું છું – ઉર્વીશ વસાવડા

સૂતું છે ગામ સન્નાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

પુરાણા સ્વપ્નને સાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

ન આવે સહેજ અંદેશો કે છે જૂની જણસ આ તો

સજાવીને ફરી હાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

ખબર છે ખેલ ખતરાથી ભરેલો છે અને તો પણ

લઈ પાસાઓ ચોપાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

કશું બાકી નથી બીજું કે હું વેચી શકું જેને

કદાચિત એટલા માટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

સમયના કાફલા કરતા રહે છે આવ-જા જ્યાંથી

ઊભીને રોજ એ વાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

( ઉર્વીશ વસાવડા )

3 thoughts on “હું સ્વપ્ન વ્હેચું છું – ઉર્વીશ વસાવડા

 1. વાહ…ઉર્વિશભાઈ,
  મસ્ત ગઝલ,
  રદિફ તો મજાનો આવ્યો છે અને જે ખૂબીથી આખી ગઝલમાં
  ભાવ ગુંથણી થઈ છે….સરાહનીય ગઝલ બની છે.
  અભિનંદન.

 2. કશું બાકી નથી બીજું કે હું વેચી શકું જેને

  કદાચિત એટલા માટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

  aa sher khaaas gamyo….baki aakhi rachnaa laajavaab thai 6….

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.