તાન્કા-ઉમેશ જોષી Aug4 ૧. સપનાઓ છે પતંગિયાં જેવાં જ ઊડ્યા કરે છે એક મનથી બીજે ઝાકળ ભીની પાંખે. ૨. તરલ હતાં વાદળ કીકીઓમાં ઘેરાયેલા ને સમય થંભી ગયો ઉભયની સામે જ. ૩. ઢળતી સાંજે હવે આવે છે યાદ મન મળ્યાનું ત્યાં ફૂલ ખીલી ગયું પાનખરની ડાળે. ( ઉમેશ જોષી )