પ્રિય…-હેમા લેલે

પ્રિય,

તારામાં તલ્લીન થવું એટલે જાણે આકાશના

પોલાણમાં માળો બાંધવો.

પછી ઊડવું, ફફળવું ને કલરવ કરવો બધું જ

બેહિસાબ.

મારી ચાંચમાંના દાણા તારે માટે અપૂરતા

પણ મારા માળામાંની હૂંફ માત્ર તારે માટે સુખદાયક.

એ જ હૂંફની જાળ વણું છું હું તારી નસનસમાં

તોય ઊડી જાય છે મન ફાવે ત્યારે!

મારી વેરાયેલી લાગણીઓને એકઠી કરીને

હું થોભી જાઉં છું એ જ ક્ષણ પર…

થાય છે કે ઢળતી સાંજે તો તું આવીશ ને

થાકેલી પાંખોને વિસામો આપવા

મારા માધુયૅના વ્રુક્ષ પર!

એક વાત તો નક્કી જ છે…હવે આકાશના પોલાણમાં

મારું સુઘડ મન ટાંગવાની ટેવ તારે લીધે જ

અંગેઅંગમાં વણાઈ ગઈ છે.

તારું મુક્ત વિહરનારું રૂપ જ આનંદથી

વહેતું રહે છે મારા કણકણમાં…

માળામાં જ રહે એવા વચનમાં ક્યારેય નહીં બાંધું તને

પણ શરત માત્ર એટલી જ કે

દરેક વખતે તારું ઉડ્ડયન પહેલાં કરતાં

વધુ ઉન્નત હોય.

(મૂળ કવિતા : હેમા લેલે

 અનુવાદ : ડો. શેફાલી થાણાવાલા)

Share this

2 replies on “પ્રિય…-હેમા લેલે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.