દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા,
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતા!
હોવાનો અર્થ આ રીતે અહીંયા જટિલ છે,
છે દ્વાર ક્યાં છતાંય કહે છે ખૂલાં હતાં!
પરબિડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે અર્થો જુદા હતા!
ક્રુપા કરીને ખુશ્બુ અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતાં!
દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહિ તો અમે પણ ઊભા હતા!
( શ્યામ સાધુ )
wah, kavita samaj vi jara aghari laagi ,parantu
varwar wanchi ne arth jajano. fari aavi kavita
pirasta raho ane kalam tamari saday chalti rahe.
commentby:
chandra.
this is very nice poemmmmmm