HANGOVER-ગુણવંત શાહ

તરડાઈ ગયેલી સાંજે

શહેરની લથડતી હવામાં

ઠોકર ખાતી ગુમનામ સડક પર

વિખૂટો પડેલો હું

લાલલીલીપીળી

ટ્રાફિક લાઈટોના આટાપાટા વટાવીને

મારા ફ્લેટ પર પહોંચું છું

ત્યારે

બારણા પરની

નેઈમપ્લેટ પર ધૂળ જામેલી હોય છે.

ઘરમાં

રેડિયોસેટ છે;

ટીવીસેટ છે;

ટીસેટ છે;

ડિનરસેટ છે;

માત્ર

એક હું જ

અપસેટ છું!

( ગુણવંત શાહ )

14 thoughts on “HANGOVER-ગુણવંત શાહ

  1. રેડિઓસેટ નથી,
    ટીવીસેટ નથી,
    ટીસેટ નથી,
    ડિનરસેટ નથી,
    તો પણ હું અપસેટ નથી.
    વાહ .. સરસ વાત

    Like

  2. રેડિઓસેટ નથી,
    ટીવીસેટ નથી,
    ટીસેટ નથી,
    ડિનરસેટ નથી,
    તો પણ હું અપસેટ નથી.
    વાહ .. સરસ વાત

    Like

Leave a reply to hitesh joshi Cancel reply