કહો કોની પરવા

શરીર સાબૂત હોય

કે સાબૂત ન પણ હોય

પણ મન આ મજબૂત હોય

તો ડરવાનું શું ને પછી કોની પરવા?

જીવવાનું હોય

યા મરવાનું હોય

તો ડરવાનું શું ને પછી કોને પરવા?

તનના તંબુમાં

મરણનો આરબ

એના ઊંટ સાથે હોય

પણ આપણા આ હોઠ સામે

અમરતના ઘૂંટ હોય

આનંદ લખલૂટ હોય

પછી કોને પરવા ને કોની પરવા?

આપણે તો મરજી-વા

ડૂબવા નીકળ્યા

ને જળની કેડી પર નીકળ્યા ફરવા

હવે કોને પરવા ને કોની પરવા?

રોજ રોજ ડૂબવાનું

રોજ રોજ તરવાનું

રોજ રોજ ઊગવાનું

ને આપણે આથમવાનું:

ફરી પાછું ઊગવાનું:

કાંઈ નહીં પૂછવાનું:

સ્મિત નહીં લૂછવાનું:

કહો, કોને પરવા?

કહો, કોની પરવા?

( સુરેશ દલાલ )

3 thoughts on “કહો કોની પરવા

 1. રોજ રોજ ડૂબવાનું

  રોજ રોજ તરવાનું

  રોજ રોજ ઊગવાનું

  ને આપણે આથમવાનું:

  ફરી પાછું ઊગવાનું:

  કાંઈ નહીં પૂછવાનું:

  સ્મિત નહીં લૂછવાનું:

  કહો, કોને પરવા?

  કહો, કોની પરવા?

  ( સુરેશ દલાલ )

  khuba j sundar kaavya…

 2. hello friend i like it much
  શરીર સાબૂત હોય

  કે સાબૂત ન પણ હોય

  પણ મન આ મજબૂત હોય

  તો ડરવાનું શું ને પછી કોની પરવા?

  જીવવાનું હોય
  ( સુરેશ દલાલ

  યા મરવાનું હોય

  તો ડરવાનું શું ને પછી કોને પરવા

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.