આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

1122

1131

હંમેશા શક્ય છે-કિરણ બેદી, અનુવાદ: હરેશ ધોળકિયા

અનુવાદક શ્રી હરેશ ધોળકિયાની કેફિયત

  

આ અદ્દભુત પુસ્તક છે. ભયાનક પરિસ્થિતિમાં અને જ્યારે ખુદ સરકાર અને વહીવટ જ વિરુદ્ધ હોય ત્યારે પણ હિંમત, ધૈર્ય અને ઊંડી શ્રદ્ધા સાથે કામ કેમ કરાય અને પ્રતિકૂળતાને સફળતામાં કેમ ફેરવી શકાય તેનો પુરાવો એટલે આ પુસ્તક. આ પુસ્તકમાં કિરણ બેદીએ જે નિશ્ચયાત્મકતા અને પ્રતિબદ્ધતાથી કામ કર્યું, સમાજનો સહકાર લીધો, કેદીઓના જીવનને જે રીતે પરિવર્તિત કર્યા અને જેલને આશ્રમમાં પલટાવી નાંખી, તે વાંચીએ ત્યારે કલ્પનાતીત જ લાગે અને છતાં તેને તેમણે શક્ય બનાવ્યું.

  

એક વ્યક્તિ સો ટકા પ્રતિબદ્ધતાથી કામ કરે તો સમગ્ર પર્યાવરણ (જૂની ભાષામાં ભગવાન) તેની પડખે ઊભે છે. તેવો inter connectednessનો સિદ્ધાંત આ પુસ્તક વાસ્તવિક રીતે પ્રતિપાદિત કરે છે.

  

આ પુસ્તકને એક મેનેજમેન્ટના પુસ્તક તરીકે પણ જોવાની જરૂર છે. વ્યક્તિગત અને ટીમ મેનેજમેન્ટ કેવાં પરિણામો લાવી શકે છે તે અહીં પાને પાને જોવા મળે છે. સામાન્ય દેખાતો સ્ટાફ પણ કિરણ બેદીની પ્રતિબદ્ધતાથી કેમ ઉમદા સ્ટાફ બન્યો તે જોવા મળે છે. નેતૃત્વના બધા જ ગુણોનો અભ્યાસ કરી શકાય છે. તે જ રીતે સમાજની ભાગીદારી કેમ લઈ શકાય અને કઈ હદે તે મળી શકે તે પણ અહીં જોવા મળે છે. કિરણ બેદીની બહુપરિમાણી સિદ્ધિઓ દેખાય છે જે વાચકને પણ પ્રોત્સાહિત કરે છે.

 

(હરેશ ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ-૩૭૦૦૦૧. ફોન ૦૨૮૩૨-૨૨૭૯૪૬)

 

હંમેશા શક્ય છે-કિરણ બેદી, અનુવાદ: હરેશ ધોળકિયા 

પ્રકાશક: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૧૭૫.૦૦

Share this

2 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?”

  1. આપણા જીવનમાં જીવંત વ્યક્તિ પ્રભાવિત કરી જાય એવી હસ્તિ ઓછી હોય છે મારા લીસ્ટમાં એમાનું એક નામ છે – કિરણ બેદી.

    નવાઈ લાગશે કે મેં હજુ એમના કોઇ પુસ્તક વાંચયા નથી! એમને રૂબરું સાંભળ્યા છે, એમના વિશે મિડિયામાં દ્વારા જાણ્યું છે અને હમણા સ્ટાર ટીવી પર આવતો એમનો આપકી કચેરી (આ કાર્યક્રમમાં એમનો બળકો, શિક્ષણ, અને લગજીવન પ્રત્યેનો અભિગમ અને લોકોમાં એ વિશે જાગૃતિ લાવવાનું કામ કરે છે), આટલો પરિચય છે.

    એક વાત ક્યાંક વાંચી હતી કે એમણે જેલ ને આશ્રમ નામ આપ્યુ પરંતુ અને એમના જવા બાદ કેદીઓ એ જેલનું નામ અનાથ આશ્રમ આપી દેવુ પડ્યુ! આ છે એમના કાર્યનો પ્રભાવ/સુગંધ. અ સેલ્યુટ ટુ ઇન્ડિયા’સ ફર્સ્ટ આઈપીએસ ઓફિસર.

    અને આ પ્રકાર ના પુસ્તકને લોગ ભોગ્ય બનાવવા માટે અનુવાદ કરવા બદલ હરેશ ધોળકિયાને અભિનંદન અને હિના પારેખ તમારો પણ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.