આડું જોયું, અવળું જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી
અડખે જોયું, પડખે જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી .
ઝાકળ ઝાકળ રમતાં વાગ્યો
તૃણનો લીલો કોંટો
દરિયો લૈ નીકળ્યા તો સામે
મળી ગયો પરપોટો !
પાંપણ પરથી આંસુ લોહ્યું-ક્યાંય મળ્યું નહીં મોતી
આડું જોયું, અવળું જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી.
અમથી અમથી જીદ કરીને
અવસર માગી લીધા
પછી ઘરના છાના ખૂણે
અમે એકાંતો પીધાં !
પળમાં મળ્યું, પળમાં ખોયું-ક્યાંય મળ્યું નહીં મોતી
આડું જોયું, અવળું જોયું-ક્યાંય મળ્યું નહીં મોતી.
( લાલજી કાનપરિયા )
ઝાકળ ઝાકળ રમતાં વાગ્યો
તૃણનો લીલો કોંટો
દરિયો લૈ નીકળ્યા તો સામે
મળી ગયો પરપોટો !…
Really nice, it has been days since i visited your blog…. so today visited for all those days’ sake.