આકાશ ચાલવા નીકળે છે ધરતી પર
ને સાથે લેતું આવે છે વાદળો,
સૂર્ય, ચંદ્ર અને તારાઓને.
પોતાનો થોડો ભાગ આપી દે છે
જ્યાં ખૂબ ભીંસ હોય છે ત્યાં.
જરાક જેવું તોફાની આકાશ કૂદી પડ્યું છે તળાવ
અને નદીમાં થોડુંક આકાશ
દરિયામાં, પોતાની પીઠ ઉપર
પ્રમાદિપણા સાથે
તરી રહ્યું છે હાલ્યા ચાલ્યા વગર.
વાદળથી સાફસૂફી કરી વધી રહ્યું છે
આગળ, આકાશ.
આપી રહ્યું છે, ક્યાંક શીતળતા અને ક્યાંક
અલૌકિકતા, તો ક્યાંક ચમકારા ચંદ્ર અને
તારાઓની મદદથી મારી આંખોથી મેં ભરી
દીધું છે આકાશ અને તેં તારા હોઠો પર…
આકાશ…
મારે આકાશ થઈ જવું છે તારી જેમ…
વિશાળ, પ્રશાંત અને બધાને સમાવિષ્ટ કરતું.
( સંસ્કૃતિરાણી દેસાઈ )
સંસ્કૃતિરાણી = અહા! અતિસુંદર નામ.
સુંદર રચના…
touchy
Sapana
સરસ રચના.