જે માણસ ખૂબ દેખાય મઝાના,
મળ્યા તો નીકળ્યા જાડી ત્વચાના.
રહે છે આમ તો થઈને બધાના,
છતાં લાગે છે મ્હારા એકલાના.
ધરમશાળા સમો આ દેહ પૂછે,
પ્રવાસો ક્યાં લગી છે? કઈ દિશાના?
ઉભા છે પાંપણે આવીને આંસુ,
અધૂરા શબ્દ છે કોઈ કથાના.
હવે તો એય ભૂલાઈ ગયું છે,
અહીં જીવી રહ્યા કોના વિનાના?
છતાં પણ ના કદી દેખાય મિસ્કીન,
પ્રભુની જેમ સરનામા વ્યથાના.
( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )
વાહ.. મજાની ગઝલ… વ્યથાના સરનામાં ગમી ગયાં…
સુંદર ગઝલ.
છતાં પણ ના કદી દેખાય મિસ્કીન,
પ્રભુની જેમ સરનામા વ્યથાના.
best lines.Very nice gazal.
Sapana
બહુજ સુંદર રચના!