સાહિબ-ત્રિપદી

(૧)

.

સાહિબ, આપો એવી માળા

એક સામટાં ઉઘાડે એ નાનાં મોટાં તાળાં.

.

ટાઢ-તાપ વેઠીને નાહક ઊભે મારગ ભટક્યાં !

પડતાં ને આખડતાં તોયે ક્યાંય કદી ના અટક્યાં !

.

નજર પડે ત્યાં રુદિયાં કેવાં થૈ જાતાં રઢિયાળાં !

સાહિબ આપો એવી માળા.

.

એક અગોચર તંતુથી ભમતા જીવને બાંધો.

ફાટેલા જીવતરનું વસ્તર હળવે રહીને સાંધો.

.

મધરાતે સૂરજ ઊગે ને થાય બધે અજવાળાં !

સાહિબ, આપો એવી માળા.

.

( નીતિન વડગામા )

Share this

6 replies on “સાહિબ-ત્રિપદી”

  1. નીતિનભાઈને સલામ. હ્રદય જયારે પરમાત્મા માટે તડપે ત્યારે જ આવું સર્જન થાય છે. હિનાબેન નીતિનભાઈની બીજી રચનાઓ પણ પીરસતા રહેજો.

  2. નીતિનભાઈને સલામ. હ્રદય જયારે પરમાત્મા માટે તડપે ત્યારે જ આવું સર્જન થાય છે. હિનાબેન નીતિનભાઈની બીજી રચનાઓ પણ પીરસતા રહેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.