(3)
.
સાહિબ, સંભાળે છે ધૂરા
ઊગેલા મનસૂબા આપોઆપ જ થાતા પૂરા.
.
ટોળે વળતો સામેથી આ પંથ સામટો પગમાં.
મુકામ આવી જીવતો થાતો જાણે કે રગરગમાં.
.
કાળમીંઢ ચિંતાના પહાડો થાશે ચૂરેચૂરા !
સાહિબ સંભાળે છે ધૂરા.
.
વાવી જાતું કોણ અને અહીં કોણ ઉગાડી જાતું ?
ખેતરના ઊભા શેઢાને એનું અચરજ થાતું !
.
સૌની સાથે રહે સારથિરૂપે સાચા શૂરા
સાહિબ સંભાળે છે ધૂરા.
.
( નીતિન વડગામા )
saras
LikeLike
saras
LikeLike
ખૂબ સુંદર રચના. રહસ્યમય જગત છે. સંભાળીને માંગવું. કારણ કે મોટાભાગે આપણી માંગ પૂરી થતી હોય છે.
LikeLike
ખૂબ સુંદર રચના. રહસ્યમય જગત છે. સંભાળીને માંગવું. કારણ કે મોટાભાગે આપણી માંગ પૂરી થતી હોય છે.
LikeLike
સરસ ત્રિપદી.હું શિખવા પ્રયત્ન કરું છું
મારાં માટે સરસ રચના છે સરળ શીખવા માટે.
સપના
LikeLike
સરસ ત્રિપદી.હું શિખવા પ્રયત્ન કરું છું
મારાં માટે સરસ રચના છે સરળ શીખવા માટે.
સપના
LikeLike