તિમિરથી તેજ ટકરાવી હવે તો હાથ પણ થાક્યા
દીવાઓ નિત્ય પ્રગટાવી હવે તો હાથ પણ થાક્યા
.
મને લાગે છે ક્ષમતા ખોઈ બેઠા છે એ ખૂલવાની
સતત આ બાર ખખડાવી હવે તો હાથ પણ થાક્યા
.
રહી છે વાંઝણી આ આપણાં સપનાંઓની ક્યારી
બિયારણ રોજ ત્યાં વાવી હવે તો હાથ પણ થાક્યા
.
અભિગમ આક્રમક એનો રહ્યો છે હર સમસ્યામાં
ધજાઓ શ્વેત ફરકાવી હવે તો હાથ પણ થાક્યા
.
ગમે ત્યાંથી કલમ પર નામ આવી જાય છે એનું
શકું ના એને અટકાવી હવે તો હાથ પણ થાક્યા
.
( ઉર્વીશ વસાવડા )
WAAH…..PAN AAVI RACHNAO VANCHI NE AME NATHI THAKYA HO K..SO KEEP POSTING DEAR….
સુંદર ગઝલ વાંચવા મળી…આભાર..
aa maaro gamato 6and 6. Ane emay urvishbhai ni kalam chali 6 etle shu kahevu…khub maja aavi…
ઉર્વીશભાઈની જાનદાર ગઝલ લાવ્યા હીનાબેન,
નખશિખ ગઝલમાં રદિફ અને કાફિયા જે રીતે એકરસ થયા છે, કવિની સિદ્ધહસ્તતા ઉડીને આંખે વળગે છે….
-અભિનંદન.
છેલ્લી પંક્તિઓ અસરકારક અને સપનાના બિયારણની વાત ગમી ગઈ!સુંદર ગઝલ ઉર્વીશભાઈની!!
સપના
વાહ .. મજાની ગઝલ.. ઉર્વીશભાઈની સાથે હીનાબેનને પણ ધન્યવાદ.
બીજા શેરમાં સતત આ બાર ખખડાવીને બદલે સતત આ દ્વાર ખખડાવી એમ હોવું જોઈએ.
સરસ ગઝલ.