હવે તો હાથ પણ થાક્યા

તિમિરથી તેજ ટકરાવી હવે તો હાથ પણ થાક્યા

દીવાઓ નિત્ય પ્રગટાવી હવે તો હાથ પણ થાક્યા

.

મને લાગે છે ક્ષમતા ખોઈ બેઠા છે એ ખૂલવાની

સતત આ બાર ખખડાવી હવે તો હાથ પણ થાક્યા

.

રહી છે વાંઝણી આ આપણાં સપનાંઓની ક્યારી

બિયારણ રોજ ત્યાં વાવી હવે તો હાથ પણ થાક્યા

.

અભિગમ આક્રમક એનો રહ્યો છે હર સમસ્યામાં

ધજાઓ શ્વેત ફરકાવી હવે તો હાથ પણ થાક્યા

.

ગમે ત્યાંથી કલમ પર નામ આવી જાય છે એનું

શકું ના એને અટકાવી હવે તો હાથ પણ થાક્યા

.

( ઉર્વીશ વસાવડા )

14 thoughts on “હવે તો હાથ પણ થાક્યા

  1. ઉર્વીશભાઈની જાનદાર ગઝલ લાવ્યા હીનાબેન,
    નખશિખ ગઝલમાં રદિફ અને કાફિયા જે રીતે એકરસ થયા છે, કવિની સિદ્ધહસ્તતા ઉડીને આંખે વળગે છે….
    -અભિનંદન.

    Like

  2. ઉર્વીશભાઈની જાનદાર ગઝલ લાવ્યા હીનાબેન,
    નખશિખ ગઝલમાં રદિફ અને કાફિયા જે રીતે એકરસ થયા છે, કવિની સિદ્ધહસ્તતા ઉડીને આંખે વળગે છે….
    -અભિનંદન.

    Like

  3. છેલ્લી પંક્તિઓ અસરકારક અને સપનાના બિયારણની વાત ગમી ગઈ!સુંદર ગઝલ ઉર્વીશભાઈની!!
    સપના

    Like

  4. છેલ્લી પંક્તિઓ અસરકારક અને સપનાના બિયારણની વાત ગમી ગઈ!સુંદર ગઝલ ઉર્વીશભાઈની!!
    સપના

    Like

  5. વાહ .. મજાની ગઝલ.. ઉર્વીશભાઈની સાથે હીનાબેનને પણ ધન્યવાદ.

    બીજા શેરમાં સતત આ બાર ખખડાવીને બદલે સતત આ દ્વાર ખખડાવી એમ હોવું જોઈએ.

    Like

  6. વાહ .. મજાની ગઝલ.. ઉર્વીશભાઈની સાથે હીનાબેનને પણ ધન્યવાદ.

    બીજા શેરમાં સતત આ બાર ખખડાવીને બદલે સતત આ દ્વાર ખખડાવી એમ હોવું જોઈએ.

    Like

Leave a reply to Pancham Shukla Cancel reply