ભરોસો શું ?-યોસેફ મેકવાન

ભડકો કરે એ જ્યોતનો ભરોસો શું ?

આવે ગમે ત્યાં, મોતનો ભરોસો શું ?

.

પાસે હંમેશા આઈકાર્ડ રાખું છું !

આ શહેર છે, શહેરનો ભરોસો શું ?

.

ચાટી રહે એકાંતમાં અડધાં થૈ થૈ –

પણ લોકવચાળે એમનો ભરોસો શું ?

.

ભેળા મળીને પીઠ થાબડતા પરસ્પરની

મોટાઈના આ વહેમનો ભરોસો શું ?

.

કોણે કહ્યું આ બધું બદલાઈ ચાલ્યું ?

અંદરથી છે એ જ ! બહારનો ભરોસો શું ?

.

( યોસેફ મેકવાન )

Share this

6 replies on “ભરોસો શું ?-યોસેફ મેકવાન”

  1. ખરેખર !!!! કોનો શુ ભરોસો ????

    સરસ ક્રુતિ

    હેંમન્ત વૈદ્ય..

  2. ખરેખર !!!! કોનો શુ ભરોસો ????

    સરસ ક્રુતિ

    હેંમન્ત વૈદ્ય..

Leave a Reply to Alpesh Khunt Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.