તડકો ભલે ને – સાહિલ

શિર ઉપર તડકો ભલે ને ધોમ છે

ફૂલથી લથબથ ભીતરની ભોમ છે.

.

કોઈ પણ વાતે નથી એ માનતી

કામનાની શું હઠીલી કોમ છે.

.

આહુતિ સુખની સતત માંગ્યા કરે

આપણો અવતાર છે કે હોમ છે.

.

એટલે તો હોઉં છું મદહોશ હું

છે હવા સાકી ને શ્વાસો સોમ છે.

.

તોય ઈર્ષા બેઉ જગ કરતાં રહ્યાં

સાહ્યબીમાં તો અમારે ઓમ છે.

.

પાર એનો પામશું કેવી રીતે !

આંખમાં આખ્ખુંય ‘સાહિલ’ વ્યોમ છે.

.

( સાહિલ )

6 thoughts on “તડકો ભલે ને – સાહિલ

  1. આહુતિ સુખની સતત માગ્યા કરે
    આપણો અવતાર છે કે હોમ છે.
    બહુ સરસ

    Like

  2. આહુતિ સુખની સતત માગ્યા કરે
    આપણો અવતાર છે કે હોમ છે.
    બહુ સરસ

    Like

  3. કવિશ્રી સાહિલની સુંદર ગઝલ લાવ્યા તમે….-અભિનંદન.
    સુખની આહુતિવાળો શેર વધારે ગમ્યો.
    જોકે આપણો અવતાર છે કે હોમ છે પછી પ્રશ્નાર્થચિહ્ન મૂકવું જોઇએ,મને એવું લાગે છે.

    Like

  4. કવિશ્રી સાહિલની સુંદર ગઝલ લાવ્યા તમે….-અભિનંદન.
    સુખની આહુતિવાળો શેર વધારે ગમ્યો.
    જોકે આપણો અવતાર છે કે હોમ છે પછી પ્રશ્નાર્થચિહ્ન મૂકવું જોઇએ,મને એવું લાગે છે.

    Like

Leave a reply to અશોકકુમાર -'દાદીમાની પોટલી ' Cancel reply