ગઝલ ગુચ્છ -૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

સર્વકાલીન એક વિસ્મય મોકલું છું,

હું તને તારો જ પરિચય મોકલું છું.

.

ઝંખના લે ! એક જળમય મોકલું છું,

મન કનેનું પાત્ર અક્ષય મોકલું છું.

.

તું જ હોંકારો છે આ હોવાપણાનો,

હરપળે ડંખેલ સંશય મોકલું છું.

.

આજ આ વરસાદ તારા નામનો છે,

જે કંઈ દેખાય તન્મય મોકલું છું.

.

આંખ જ્યાં મીચીશ ત્યાં “મિસ્કીન” મળશે,

એક-બે સપનાંનો અન્વય મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

One thought on “ગઝલ ગુચ્છ -૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

  1. કવિશ્રી ‘મિસ્કીન’ની સુંદર ગઝલ.
    કાફિયાનું નાવિન્ય ગમ્યું અને એથીય વધારે કાફિયાને જે રીતે રદિફ સાથે ઓગાળવાનું ઉત્તમ કવિકર્મ નિભાવાયું છે,એ ગમ્યું.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.