ગઝલ ગુચ્છ-૧૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

તું જ પકડી પાડજે નસ, મોકલું છું,

ઉડવા માંડ્યા છે રસકસ મોકલું છું.

.

આગ જે લાગી છે નસનસ મોકલું છું,

છે અટૂલું સાવ સારસ મોકલું છું.

.

પીગળે તો આંખ કૈં જોતાંય શીખે,

લક્ષ ચોરાસીનું ધુમ્મસ મોકલું છું.

.

બારણાં-બારી કઈ બાજુ મુકાવું?

અટપટી દીશા દસે-દસ મોકલું છું.

.

રાત આ ટુંકી ને આવે યાદ ઝાઝું,

આખરી શ્વાસોનું વર્ચસ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

2 thoughts on “ગઝલ ગુચ્છ-૧૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

  1. મને આ ખરેખર ગમ્યું..

    “છે અટૂલું સાવ સારસ મોકલું છું…”

    Like

  2. મને આ ખરેખર ગમ્યું..

    “છે અટૂલું સાવ સારસ મોકલું છું…”

    Like

Leave a reply to Vimesh Pandya Cancel reply