એન્ટ્રી અને એક્ઝિટની પાર – સુરેશ દલાલ

પ્રત્યેક નાટકને

એનો પ્રારંભ હોય છે

હોય છે મધ્યાંતર :

હોય છે એનો અંત.

ફરી ફરીને

સ્મરણની રંગભૂમિ પર

એકનાં એક દ્રશ્યો

ભજવવાનો થાક લાગે છે

.

હું મારી જાતને

કેન્દ્રમાંથી ખેસવી લઉં છું

અને જેમ એક વાર

એન્ટ્રી કરી હતી

એમ એક્ઝિટ કરીને

પ્રેક્ષાગૃહમાં ગોઠવાઈ જાઉં છું.

અને જોઉં છું

તો દેખાય છે :

તમાશો

કૃત્રિમ વૈભવની ભવાઈ,

ટ્રેજેડી, કોમેડી, ફારસ..

.

ડાળી પર ઝૂલતા

એક ફૂલનું જીવન હોય છે

અને જીવન હોય છે

ફ્લાવરવાઝમાં ગોઠવાયેલ ફૂલનું પણ

ફ્લાવરવાઝ તોડીને

બહાર આવેલા ફૂલને

હવે કાંટાઓની વચ્ચે

ગોઠવવાનું

રિહર્સલ કરવાનું

માંડી વાળજો.

.

( સુરેશ દલાલ )

Share this

3 replies on “એન્ટ્રી અને એક્ઝિટની પાર – સુરેશ દલાલ”

  1. હીનાબેન ,
    શ્રી સુરેશ દલાલની “એન્ટ્રી અને એક્ઝીટની પાર” અને આદિલ મન્સુરી સાહેબની “યુનો ન્યુયોર્ક અને તમે” વાંચી.
    હ્રદયને સ્પર્શે એવી આ વાત પણ સ્વીકારવી જ રહી.

  2. હીનાબેન ,
    શ્રી સુરેશ દલાલની “એન્ટ્રી અને એક્ઝીટની પાર” અને આદિલ મન્સુરી સાહેબની “યુનો ન્યુયોર્ક અને તમે” વાંચી.
    હ્રદયને સ્પર્શે એવી આ વાત પણ સ્વીકારવી જ રહી.

  3. હીનાબેન ,
    શ્રી સુરેશ દલાલની “એન્ટ્રી અને એક્ઝીટની પાર” અને આદિલ મન્સુરી સાહેબની “યુનો ન્યુયોર્ક અને તમે” વાંચી.
    હ્રદયને સ્પર્શે એવી આ વાત પણ સ્વીકારવી જ રહી.

Leave a Reply to Rajul Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.