Skip links

આ મુજબ – મુકેશ જોષી

આપને જોયા પછી જે કંઈ થયું તે આ મુજબ

આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ

.

બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો

આટલું આકાશ કોઈ દઈ ગયું તે આ મુજબ

.

‘આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું

સો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ

.

એક શીશીમાં સુગંધીદાર ડૂસકાંઓ રડે

મોગરાનું ફૂલ અત્તર થઈ ગયું તે આ મુજબ

.

સૂર્ય વેચી મેં ખરીદી રાત પૂનમની અને

કોઈ મારો ચાંદ લઈ ગયું તે આ મુજબ

.

( મુકેશ જોષી )

Leave a comment

  1. આ મુજબ – જેવો નવો જ રદિફ લઈ કવિશ્રીએ અહીં એક સંવેદનશીલ હૈયાની લાગણીને બહુજ સ-રસ રીતે અભિવ્યક્ત કરી છે.
    બહુ ગમી.
    -અભિનંદન

  2. આ મુજબ – જેવો નવો જ રદિફ લઈ કવિશ્રીએ અહીં એક સંવેદનશીલ હૈયાની લાગણીને બહુજ સ-રસ રીતે અભિવ્યક્ત કરી છે.
    બહુ ગમી.
    -અભિનંદન

  3. Post comment

    યશવંત ઠક્કર says:

    હબુ જ મજાની રચના. ગમી.

  4. Post comment

    યશવંત ઠક્કર says:

    હબુ જ મજાની રચના. ગમી.

  5. સરસ ગઝલ..આ મુજબ કાફિયા ગમ્યો..
    સપના

  6. સરસ ગઝલ..આ મુજબ કાફિયા ગમ્યો..
    સપના

  7. Post comment

    વિહંગ વ્યાસ says:

    સુંદર ગઝલ. કવિની અન્ય એક સુંદર ગીત રચના “પંખીઓ ઉડવાનાં ક્લાસ નથી ભરતા ન માછલી સ્વિમીંગ પુલ જાતી” જો મળે તો મજા પડે.

  8. Post comment

    વિહંગ વ્યાસ says:

    સુંદર ગઝલ. કવિની અન્ય એક સુંદર ગીત રચના “પંખીઓ ઉડવાનાં ક્લાસ નથી ભરતા ન માછલી સ્વિમીંગ પુલ જાતી” જો મળે તો મજા પડે.