શ્વાસ છોડ્યા – મુકેશ જોષી

શ્વાસ છોડ્યા જિંદગી ચોમેર ચર્ચાતી થઈ

હું ‘બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ

.

કોઈએ પૂછ્યું ઉનાળો કેમ છે એના વિના

ત્યારથી ગુલમ્હોરની આંખો બહુ રાતી થઈ

.

એય મારા પ્રેમમાં છે વાત આ પાકી થઈ

એમની અંગત સખી મારી ગઝલ ગાતી થઈ

.

રામ જેવો છું મને સુખદ પ્રતીતિ થાય છે

છોકરી મારા જ એંઠા બોર જ્યાં ખાતી થઈ

.

મધ કે મધથીય સુંદર સ્વાદ છે આ કાવ્યનો

શું તમે પણ ના સમજતાં ! આમ ગુજરાતી થઈ

.

( મુકેશ જોષી )

Share this

2 replies on “શ્વાસ છોડ્યા – મુકેશ જોષી”

  1. શું કહેવું? બે ત્રણ શેર તો – સુભાન અલ્લાહ…આભાર અમારી સાથે વહેંચવા માટે…

  2. શું કહેવું? બે ત્રણ શેર તો – સુભાન અલ્લાહ…આભાર અમારી સાથે વહેંચવા માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.