હજી કંઈ વધારે – ખલીલ ધનતેજવી

થશે ઓછું ભારણ હજી કંઈ વધારે,

પલળવા દે પાંપણ હજી કંઈ વધારે.

.

પ્રથમ આંખ મળશે પછી ધીમે ધીમે,

વધારીશું સગપણ હજી કંઈ વધારે.

.

સમય ના મળ્યો, એય સાચું પરંતુ,

હશે અન્ય કારણ હજી કંઈ વધારે.

.

બધી વાતે જ્યાં ત્યાં છટકબારીઓ છે,

ઘડો ધારાધોરણ હજી કંઈ વધારે.

.

પરસ્પર સમાધાન તો થઈ ગયું છે,

વિચારે છે બે જણ હજી કંઈ વધારે.

.

કહ્યું, તારે ખાતર ઘણું દુ:ખ મેં વેઠ્યું,

તો કે’ છે કે ના પણ હજી કંઈ વધારે.

.

ખલીલ આટલી ઉમરે છું અડીખમ,

જિવાશે આ ઘડપણ  હજી કંઈ વધારે !

.

( ખલીલ ધનતેજવી )

Share this

10 replies on “હજી કંઈ વધારે – ખલીલ ધનતેજવી”

 1. “અબ મેં રાશન કી કતારો…” જેવી અદભૂત રચના લખનાર ખલીલ પોતે સ્વભાવથી પણ એકદમ બિન્દાસ છે. ખુમારીના નશામાં રત એવો વધુ એક “ઘાયલ” આગળ વધી રહ્યો હોય તેવો એહસાસ તેમની રચના વાંચ્યા પછી થયા વગર રહેતો નથી.

 2. “અબ મેં રાશન કી કતારો…” જેવી અદભૂત રચના લખનાર ખલીલ પોતે સ્વભાવથી પણ એકદમ બિન્દાસ છે. ખુમારીના નશામાં રત એવો વધુ એક “ઘાયલ” આગળ વધી રહ્યો હોય તેવો એહસાસ તેમની રચના વાંચ્યા પછી થયા વગર રહેતો નથી.

 3. ખલીલસાહેબની ગઝલ માટે શું કહું?..ગઝલ બાબતે એ મારા આદર્શ રહ્યા છે.. સાહિત્યની અંહીયા સુધીની સફર એમની આંગળી પકડીને તો પહોંચ્ચો છું.અને હજુ તસ્સુભાર પણ મેળવી શક્યો નથી.. “જોઇએ છે મારે પણ હજી કાંઇ વધારે”..ખુદા મેરે ખલીલ સાબકો સલામત રખે..બસ ઇસસે જ્યાદા કુછ નહી કહે શકતા..

 4. ખલીલસાહેબની ગઝલ માટે શું કહું?..ગઝલ બાબતે એ મારા આદર્શ રહ્યા છે.. સાહિત્યની અંહીયા સુધીની સફર એમની આંગળી પકડીને તો પહોંચ્ચો છું.અને હજુ તસ્સુભાર પણ મેળવી શક્યો નથી.. “જોઇએ છે મારે પણ હજી કાંઇ વધારે”..ખુદા મેરે ખલીલ સાબકો સલામત રખે..બસ ઇસસે જ્યાદા કુછ નહી કહે શકતા..

 5. હજી કંઇ વધારે…..
  વાહ,
  સરસ રદિફ અને ખલિલસાહેબના આગવા અંદાઝ્ની માવજત
  આખી ગઝલને એક અનેરો ઉઘાડ આપી ગઈ…

 6. હજી કંઇ વધારે…..
  વાહ,
  સરસ રદિફ અને ખલિલસાહેબના આગવા અંદાઝ્ની માવજત
  આખી ગઝલને એક અનેરો ઉઘાડ આપી ગઈ…

 7. પ્રથમ આંખ મળશે પછી ધીમે ધીમે,
  વધારીશું સગપણ હજી કંઈ વધારે….

  સાદ્યાંત સુંદર ગઝલ… વાહ …

 8. પ્રથમ આંખ મળશે પછી ધીમે ધીમે,
  વધારીશું સગપણ હજી કંઈ વધારે….

  સાદ્યાંત સુંદર ગઝલ… વાહ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.