સાબિત કરો – ખલીલ ધનતેજવી

આમ કહેવાનો આ મતલબ એમ છે સાબિત કરો,

તમને મારામાં ભરોસો કેમ છે સાબિત કરો.

.

હું તમારા બોલવા હસવામાં અટવાતો રહું,

પ્રેમ છે તમને તો કેવો પ્રેમ છે સાબિત કરો.

.

ડૂબવાની મારી હિંમત હું પછી સાબિત કરીશ,

દિલ તમારું કેવું દરિયા જેમ છે સાબિત કરો.

.

રાતભર ઝાકળ રડ્યું છે એમ ફૂલોએ કહ્યું ?

એ તમારું સત્ય છે કે વહેમ છે સાબિત કરો.

.

જીતવું કે હારવું એની કશી હમગમ નથી,

માત્ર રમવું, એ તમારી નેમ છે સાબિત કરો.

.

આજ લાગે છે ખલીલ, અંધારું ઓગળશે નહીં,

આપ કો’ છો રાત તૂટે તેમ છે સાબિત કરો.

.

( ખલીલ ધનતેજવી )

2 thoughts on “સાબિત કરો – ખલીલ ધનતેજવી

  1. પ્રેમ છે તમને તો કેવો પ્રેમ છે સાબિત કરો…અરે કેટલી વાર પણ? અને કઈ કઈ રીતે? હજુ પણ જરૂર છે?

    Like

  2. પ્રેમ છે તમને તો કેવો પ્રેમ છે સાબિત કરો…અરે કેટલી વાર પણ? અને કઈ કઈ રીતે? હજુ પણ જરૂર છે?

    Like

Leave a comment