એવું બની શકે કે – કવિતા ચોકસી

એવું બની શકે કે,

હું જે જોઉં એ તું ન ય જોઈ શકે;

કારણ કે મારી આંખો તારી આંખો થોડી છે ?

 .

એવું ય બની શકે કે,

હું જે સમજું એ તું ન ય સમજી શકે;

કારણ કે મારું મૌન તારું મૌન થોડું છે ?

 .

એવું ય બની શકે કે,

હું જે ગાઉં એ તું ન ય ગાય;

કારણ કે મારું ગીત તારું ગીત થોડું છે ?

 .

એવું ય બની શકે કે,

હું જેને જીવું એને તું ન ય જીવી શકે;

કારણ કે મારી મંઝિલ તારી મંઝિલ થોડી છે ?

 .

પણ એવું બની શકે કે,

હું તને ચાહું ને તું મને ચાહે

કારણ કે

મારો પ્રેમ – તારો પ્રેમ

આપણો પ્રેમ ચોક્ક્સ થઈ શકે !….

 .

( કવિતા ચોકસી )

Share this

4 replies on “એવું બની શકે કે – કવિતા ચોકસી”

  1. હવે મારું તારું કઈ રહ્યું જ ક્યાં છે? બધું જ “આપણું” જ થઇ ચુક્યું છે – ક્યારનું ય…!!!

  2. હવે મારું તારું કઈ રહ્યું જ ક્યાં છે? બધું જ “આપણું” જ થઇ ચુક્યું છે – ક્યારનું ય…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.