વ્હેલી સવારે – મિતુલ મહેતા Aug21 વ્હેલી સવારે સાદ સાંભળું પછી જ આંખ આ ખૂલે મારું મન હવામાં ઝૂલે . ગઈ રાતનાં સપનાંઓ તો એક પલકમાં ભૂલે ! મારું મન ઝલકમાં ઝૂલે , હૃદય એક નાની અમથી છાબ એમાં સુગંધઝૂર્યાં ફૂલ તારા બાગનાં વૃક્ષો : એમાં મન મારું મશગૂલ તારો એક અણસાર : ને મારું મન તો બધું કબૂલે , પૂર્વજનમની કઈ લીલા છે ? કાયા-માયાના કયા કબીલા ? પતંગિયાને ચૂંથવાના કોઈ નહીં પાડશો ચીલા – સાવ કુંવારી લાગણીઓને નહીં રગદોળો ધૂળે. , ( મિતુલ મહેતા )
કુંવારી લાગણીઓ ને ધૂળ માં નહિ રગદોળીયે…અમારા હૃદય સ્થાને સ્થાપીશું.