કથા વિસ્તારથી કહેવા મને થોડો સમય આપો
ઊઠેલા દર્દને સહેવા મને થોડો સમય આપો.
.
બની તોફાન, ઝંઝાવાત કીધી કૈં રઝળપાટો,
ઠરીને ઠામ તો થાવા મને થોડો સમય આપો.
.
થપાટો રણતણી ખાધી, ઊઠી જીવનમહીં આંધી,
હવે ગંગાજળે ન્હાવા મને થોડો સમય આપો.
.
હજારો ઊર્મિઓ ઊઠી જીવનનો રાગ છેડે છે,
જીવનમાં ગીત કૈં ગાવા મને થોડો સમય આપો.
.
દિશાઓ હાથ લંબાવી મને મંઝિલ તરફ દોરે,
કદમ બેચાર ત્યાં જાવા મને થોડો સમય આપો.
.
( આહમદ મકરાણી )
સરસ છે ભાઈ. ઘણા વખતે આવું વાચ્યું
હજી કેટલો સમય જોઇશે?
સરસ ગઝલ.
બીજો શેર વધારે ગમ્યો.
કવિના શબ્દોને માણવા મને થોડો સમય આપો,
ને’ પછી comment આપવા, મને થોડો સમય આપો.