થઈ ગયા તાર – જતીન મારુ

થઈ ગયા તાર-તાર રમવામાં,

લાગણીનો જુગાર રમવામાં.

.

મન પડ્યું તેમ મોજ માણી છે,

જોઈ ના જીત-હાર રમવામાં.

 .

એક-બે દાવમાં જ ક્યાં થાક્યો ?

લઉં અનુભવ હજાર રમવામાં.

 .

દોસ્ત ! તું ય ઝંપલાવ દિલ ખોલી,

જો મજા છે ધરાર રમવામાં.

 .

જિંદગી ક્યાં વિષય છે ચર્ચાનો,

છે ‘જતીન’ ફક્ત સાર રમવામાં.

 .

( જતીન મારુ )

2 thoughts on “થઈ ગયા તાર – જતીન મારુ

Leave a reply to ક્રિષ્ના Cancel reply