આંસુ બની જો – પ્રમોદ અહિરે

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે;

મનમંચ પરના નાટ્યનો પડદો પડી જશે.

 .

એક વાર મારી મરજીથી હું ક્રોસ પર ચઢ્યો,

ન્હોતી ખબર કે એ જ શિરસ્તો પડી જશે.

 .

એમાં નવીન ઘટનાનો કોઈ ખીલો ન ઠોક,

જર્જર સ્મરણની ભીંતથી ફોટો પડી જશે.

 .

વેરાન મન ને બાગ બનાવી તો લીધું પણ-

રોકો સ્મરણની આવ-જા રસ્તો પડી જશે.

 .

મારી તમામ ઊર્જા કામે લગાવું હું,

રહેવા દે દોસ્ત ! સૂર્ય આ ઝાંખો પડી જશે.

 .

ગઝલોનું ગાન કરવાને આવ્યા પતંગિયાં

આજે મુશાયરામાં જો સોપો પડી જશે.

 .

( પ્રમોદ અહિરે )

Share this

6 replies on “આંસુ બની જો – પ્રમોદ અહિરે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.