એની તને કૈં જાણ છે ? – આહમદ મકરાણી

ક્યાં ક્યાં ગયો ? ક્યાં ક્યાં ફર્યો ? એની તને કૈં જાણ છે ?

ક્યાંક્યાં જીવ્યો ? ક્યાં ક્યાં મર્યો ? એની તને કૈં જાણ છે ?

 .

સાગર સમયનો હરપળે વહેતો રહે બેહદ બની;

પળપળ ડૂબ્યો, પળપળ તર્યો એની તને કૈં જાણ છે ?

 .

ચોપાટ એણે તો બિછાવી કેટલાયે રંગની !

પાસો બની ક્યાં ક્યાં પડ્યો ? એની તને કૈં જાણ છે ?

 .

આકાશમાં કૈં ભાગ્યના તારા હજીયે ટમટમે;

તારો બની ક્યાં ક્યાં ખર્યો ? એની તને કૈં જાણ છે ?

 .

સૌને ખબર છે મોત સૌને આવશે નક્કી અહીં;

કેવી રીતે ક્યાં ક્યાં ડર્યો ? એની તને કૈં જાણ છે ?

 .

( આહમદ મકરાણી )

4 thoughts on “એની તને કૈં જાણ છે ? – આહમદ મકરાણી

  1. જય શ્રીકૃષ્ણ હિનાબેન.

    તમારો બ્લોગ સરસ છે, બ્લોગની મુલાકાત લઈ ઘણો આનંદ થયો.

    મને લાગે છે કે બાજુના કોલમમાં ઉપરના અમુક મુદા ના ફોન્ટ કલર વધારે આછો છે. (જેવા કે
    શેર બાઝાર, દલાલ સ્ટ્રીટ વગેરે).

    Like

  2. જય શ્રીકૃષ્ણ હિનાબેન.

    તમારો બ્લોગ સરસ છે, બ્લોગની મુલાકાત લઈ ઘણો આનંદ થયો.

    મને લાગે છે કે બાજુના કોલમમાં ઉપરના અમુક મુદા ના ફોન્ટ કલર વધારે આછો છે. (જેવા કે
    શેર બાઝાર, દલાલ સ્ટ્રીટ વગેરે).

    Like

Leave a comment