તેલ જુઓ, તેલની ધાર જુઓ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ Jan10 . તેલ જુઓ, તેલની ધાર જુઓ… શું કહ્યું ? ઘરમાં તેલનો છાંટો ય નથી ?! નેવર માઈન્ડ ! પાણી જુઓ, પાણીની ધાર જુઓ… વળી, શું થયું ? પાણીની ય અછત ? ઓ. કે. ઘરમાં છરી તો હશે જ ! છરી જુઓ, છરીની ધાર જુઓ…. જો છરી બુઠ્ઠી થઈ ગઈ હોય તો- છરીની ધાર સજાવો અને કવિતાના નામે ધડ-માથા વગરનું લખનારાને એ ક પછી એ ક પતાવો ! જો જો, શરૂઆત મારાથી ન કરતા; આમાં તો કોઈ મોટું માથું જ શોભે ! તો જ કદાચ, આવી વણથંભી પ્રવૃત્તિ થોભે !! . ( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )
હિનાબેન, જિજ્ઞાસુ દક્ષિણી ની સુંદર રચના, રચનામાં તત્કાલ બની બેઠેલા કવિ અને તેના રસિકો માટે લાલબત્તી દર્શાવી છે…! Reply
હિનાબેન,
જિજ્ઞાસુ દક્ષિણી ની સુંદર રચના, રચનામાં તત્કાલ બની બેઠેલા કવિ અને તેના રસિકો માટે લાલબત્તી દર્શાવી છે…!
માર્મિક સુંદર રચના !