હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા

.

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે

કદાચ તું બોલાવે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

જળમાં મારો ડૂબકી ને જગત થૈ જાય ગુમ

કોણ પછી સાંભળશે પાડો તળિયે જઈને બૂમ ?

 .

મનને શીદ ભરમાવે ? હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

અમે મૂરખ કે ફૂલને બદલે સુગંધ ચૂંટવા બેઠાં

રામ નહીં આરોગે હવે શબરીનાં બોર એઠાં !

 .

નાહક ફૂલ બિછાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

તું ઊભી છે તારે ખેતર, હુંય મારે ખેત

ધરતી પર વરસાવે ગગન લીલું હેત !

 .

તું રૂમાલ છો ફરકાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

( લાલજી કાનપરિયા )

Share this

5 replies on “હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.