કશુંય સમજાય નહીં – લાલજી કાનપરિયા

.

આ ઝરમર શ્રાવણ માસ ? કશુંય સમજાય નહીં

કે જળનો કેવળ ભાસ ? કશુંય સમજાય નહીં.

 .

કોઈ શમણું થૈને ઊડી જતું, કોઈ લોચન થૈને જાગે છે

કોઈ ફૂલ સમા દીધેલા કોલ ધરાર પાછા માગે છે !

.

આ મઘમઘતી સુવાસ ? કશુંય સમજાય નહીં

કે વસંતનો આ ભાસ ? કશુંય સમજાય નહીં

.

કોઈ મોલ થૈને હિલ્લોળે, કોઈ કોરુંધાકોર ખેતર છે

કોઈ બળી ગયેલું બીજ છે, કોઈ લીલુંછમ્મ વાવેતર છે !

.

આ ભીના ભીના ચાસ ? કશુંય સમજાય નહીં

કે કોરો કોરો ભાસ ? કશુંય સમજાય નહીં

 .

( લાલજી કાનપરિયા )

Share this

2 replies on “કશુંય સમજાય નહીં – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.