પંખી અને સીમ વચ્ચેના સંવાદનું એક ગીત – યોગેશ પંડ્યા

.

સખી ક્યારેક તો હોંકારો દે !

વિરહણ નારીની જેમ કેમ છો ઉદાસ

તારા હૈયામાં શું છે ઈ કે !

સખી, ક્યારેક તો હોંકારો દે !

 .

કાળા ઉનાળાના દિવસો તો ચાર દી’

એમાં મૂંઝાવાનું હોય ના,

એવો ગોરંભાશે ધીંગો અષાઢ, સુખી-

આપણાં જેવું તો હશે કોઈ ના

 .

રમઝટ બોલાવશે રાસે રમાડશે

છમ્મલીલા કરી દેશે મે’ !

 .

આપણ તો કાયમના સંગાથી, આપણને

આપણાંનો હોયે સહવાસ

ખોળિયાં જુદાં છે બાકી આતમા તો એક,

મારો ધબકારો એ જ તારો શ્વાસ !

 .

દુ:ખને પીવાની મજા ઔર છે સૈયર.

છે દુ:ખમાં પણ સુખ : ખબર છે ?

 .

( યોગેશ પંડ્યા )

Share this

5 replies on “પંખી અને સીમ વચ્ચેના સંવાદનું એક ગીત – યોગેશ પંડ્યા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.