કહાણી – હેમાંગ જોશી
.
પોતપોતાની કહાણી હોય છે,
એક સરખું ક્યાંય પાણી હોય છે ?
.
સાવ અમથું મન ઊડાઊડ ના કરે,
સ્વપ્નની ચકલી ભરાણી હોય છે.
.
વૃક્ષને મેં એમ કહેતાં સાંભળ્યાં
મૌન સૌથી શ્રેષ્ઠ વાણી હોય છે.
.
મ્હેક ના પરખાય ઘરમાં ક્યાંય, પણ –
આંગણામાં રાતરાણી હોય છે !
.
છેતરાઈને હસે છે જાત પર,
સજ્જનોની એ કમાણી હોય છે.
.
( હેમાંગ જોશી )
સુંદર ગઝલ…
વંક્ષ? કે વૃક્ષ?
સુંદર ગઝલ…
વંક્ષ? કે વૃક્ષ?
Nice One.
Nice One.
હિનાબેન,
ખૂબજ સુંદર ભાવ સાથેની માર્મિકવાત રજૂઆત કરતી રચના !
હિનાબેન,
ખૂબજ સુંદર ભાવ સાથેની માર્મિકવાત રજૂઆત કરતી રચના !