કમનસીબ – લક્ષ્મી મણિવનન, અનુ. સુરેશ દલાલ

.

ગલીના થોડાક

કુત્તાઓને હું જાણું છું-

થાક્યા વિના બસની પાછળ

દોડતા હું એમને હંમેશાં જોઉં છું,

છેવટે હાંફતા, લાળ પાડતા

અને લોથપોથ થઈ જતા.

મને પણ અદમ્ય ઈચ્છા થઈ આવે છે

આવું જ કરવાની-

એકાદ વાર

બસની પાછળ પાગલ થઈને દોડું

અને હૃદયને સંતોષ થાય ત્યાં સુધી ભસ્યા

કરું.

પણ

મારા નસીબમાં કૈંક જુદું જ છે;

બસમાં પ્રવાસ કરવાનું

લખાયું છે કમનસીબે.

 .

( લક્ષ્મી મણિવનન, અનુ. સુરેશ દલાલ )

 .

[ મૂળ કૃતિ : તામિલ, ૧૯૬૯ ]

Share this

6 replies on “કમનસીબ – લક્ષ્મી મણિવનન, અનુ. સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.