હરિ, તમે – ભગવતીકુમાર શર્મા

.

હરિ, તમે કપાળ પરનું ચંદન,

હરિ, અમે આંખોમાંનું પાણી.

હરિ, તમે સુગંધનું નંદનવન,

હરિ, અમે ઝાકળની સરવાણી…

 .

હરિ, અમે કાળોભમ્મર પથરો,

હરિ, તમે ઝળહળ શાલિગ્રામ.

હરિ, અમે કૂવે પડેલો ચાંદો,

હરિ, તમે અનહદ અક્ષરધામ.

 .

હરિ, તમે વહાલનું પરબીડિયું:

હરિ, અમે ચિઠ્ઠી સાવ અજાણી…

 .

હરિ, તમે વાંસલડી ઘેઘૂર
હરિ, અમે પડ્યા પવનનો ડૂમો.

હરિ, તમે અમીભર્યું આકાશ;

હરિ, અમે આંસુનો તરજૂમો.

 .

હરિ, તમે હાજર અને હજૂર,

હરિ, અમે વણલખી રામકહાણી…

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

6 replies on “હરિ, તમે – ભગવતીકુમાર શર્મા”

  1. હિનાબેન પારેખ

    મારાં પ્રિય કવિઓમાં ભગવતીકુમાર શર્મા છે. તમે ખાસ પસંદ કરેલી રચનાઓ પોસ્ટ કરો છો તેથી માણવાની મજા આવે છે!
    હમણાં હરીશ મીનાશ્રુનો સંગ્રહ “શબદમાં જિનકું ખાસ ખબરાં પડી” હાથ ચડ્યો છે. બહુ સુંદર રચનાઓ છે. ખાસ કરીને જાણીતા કવિઓની
    ઉત્તમ રચનાઓ પરથી તજ્હનીન કરી છે તે માણવા લાયક છે.
    એક બીજું પુસ્તક પણ હમણાં વંચાય છે. સ્વાતંત્ર્યોત્તર (૧૯૪૭ થી ૨૦૦૦ નિ સાલ સુધી) સમયના ૧૩૧ કવિઓની દરેકની એક ઉત્તમ
    રચનાઓનો સંચય “ઉત્તરાયણ” નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ સુંદર પુસ્તકનું દિપક મહેતાએ સંપાદન કર્યું છે. તેમનું આમુખ
    ગુજરાતી સાહિત્ય રસિકોએ ખાસ વાંચવા જેવું છે.

    તમારી પાસેથી સુંદર કાવ્ય કૃતિઓ મળતી રહેશે.

    આભાર!

    દિનેશ પંડ્યા
    મુંબઈ

  2. હિનાબેન પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.