કોઈ કોઈવાર – લાલજી કાનપરિયા

.

કોઈ કોઈવાર, હજી કોઈ કોઈ વાર

મારાં સ્મરણોમાં આવી તું પજવે ધરાર !

 .

સરનામું તારું ખોવાઈ ગયું તો કેમ કરી લખવો કાગળ !

સંદેશોય મોકલું કોની સંગાથ ? મારા આભલામાં એક્કે ના વાદળ !

 .

કોઈ કોઈવાર હજી કોઈ કોઈવાર

મારી આંખોથી વરસે છે આંસુની ધાર !

.

કોણ જાણે ક્યાં આથમી ગયા મારા ઝગમગતા સોનેરી દિવસ ?

રુદિયાની દાબડીમાં સાચવીને મૂકેલી લૂંટાઈ ગૈ કીમતી જણસ !

 .

કોઈ કોઈવાર, હજી કોઈ કોઈવાર

મારા શમણાંમાં આવી તું મારે લટાર !

 .

( લાલજી કાનપરિયા )

Share this

4 replies on “કોઈ કોઈવાર – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.